JMC Recruitment 2023: જામનગર મહાનગરપાલિકામાં 101+ જગ્યાઓ પર ભરતી જાહેર, અરજી કરવાના ફક્ત 3 દિવસ જ બાકી

JMC Recruitment 2023: જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે JMC એ અલગ અલગ પોસ્ટ માટે ભરતીની સત્તાવાર સૂચના પ્રકાશિત કરી દીધી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે ઓનલાઇન અરજી કરી શકે છે.

તમે આજના આ લેખમાં આ ભરતી વિશે વધુ વિગતો જોઈ શકો છો જેમાં પોસ્ટની સંખ્યા, પોસ્ટનું નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી વગેરે. તમે આ ભરતી વિશે સત્તાવાર સૂચના અને અન્ય મહત્વપૂર્ણ લિંક પણ જોઈ શકો છો.

JMC Recruitment 2023
JMC Recruitment 2023

JMC Recruitment 2023 | Jamnagar Municipal Corporation Recruitment 2023

  • કુલ ખાલી પદોની સંખ્યા: 101
  • ભરતી થઈ રહેલ પદોના નામ અને ખાલી જગ્યાઓની માહિતી:
    • સ્ટાફ નર્સની કુલ 20 જગ્યાઓ ખાલી છે.
    • એક્સ-રે ટેકનિશિયનની કુલ 03 જગ્યાઓ ખાલી છે.
    • લેબોરેટરી ટેકનિશિયનની કુલ 06 જગ્યાઓ ખાલી છે.
    • ફાર્માસિસ્ટની કુલ 05 જગ્યાઓ ખાલી છે.
    • ફીમેલ હેલ્થ વર્કર (FHW)ની કુલ 37 જગ્યાઓ ખાલી છે.
    • મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)ની કુલ જગ્યાઓ ખાલી છે.

યોગ્યતાના માપદંડ:

શૈક્ષણિક લાયકાત

  • સત્તાવાર સૂચનાનો સંદર્ભ લો.

વય મર્યાદા

  • ફીમેલ હેલ્થ વર્કર (FHW) / સ્ટાફ નર્સની પોસ્ટ માટે ઉમેદવારની ઉમર 40 વર્ષથી વધુ નહીં હોવી જોઈએ.
  • એક્સ-રે ટેકનિશિયન / લેબોરેટરી ટેકનિશિયનની પોસ્ટ માટે ઉમેદવારની ઉમર 36 વર્ષથી વધુ નહીં હોવી જોઈએ.
  • ફાર્માસિસ્ટની પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર 35 વર્ષથી વધુ નહીં હોવી જોઈએ.
  • મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)ની પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર 33 વર્ષથી વધુ નહીં જોઈએ .

નોંધ: આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં રાહત મળી શકે છે.

પસંદગી પ્રક્રિયા

  • અંતિમ પસંદગી લેખિત પરીક્ષાના આધારે થશે.

કેવી રીતે અરજી કરવી

  • રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઓનલાઈન જામનગર મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ પર અરજી કરી શકે છે.

અરજી ફી

  • સામાન્ય, OBC, EWC કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી રૂપિયા 500 રહેશે.
  • SC, ST, ભૂતપૂર્વ સૈનિક, PWD કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી રૂપિયા 250 રહેશે.

મહત્વપૂર્ણ તારીખો

  • ઓનલાઇન અરજીની શરૂઆત તારીખ: 21 નવેમ્બર 2023
  • ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ: 06 ડિસેમ્બર 2023

જાહેરાત તથા અરજી કરવા માટે જરૂરી લિંક