DigiLocker App Download: આ સરકારી એપમાં તમારા ડોક્યુમેન્ટ સેવ રાખો, જરૂરી કાગળ ઘરે ભૂલી જશો તો પણ થશે તમારા તમામ કામ

DigiLocker App Download: DigiLocker એ Cloud Document Storage Wallet છે. આ પ્લેટફોર્મ Digital India હેઠળ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા વિકસાવવામાં આવ્યું છે.

તેની મદદથી, ભારતીય નાગરિકો તેમના દસ્તાવેજોને ડિજિટલ રીતે ચકાસી અને સંગ્રહિત કરી શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે બેંક ખાતા માટે KYC કરવા માંગો છો, તો તમે તેને DigiLocker App દ્વારા ઓનલાઈન કરી શકો છો.

ડિજીલોકરમાં, ગ્રાહકો તેમના મહત્વના દસ્તાવેજો જેમ કે Aadhar Card, Pan card, Driving License, School Marksheet, Insurance Paper વગેરે સ્ટોર કરી શકે છે. લોકો તેમના તમામ દસ્તાવેજો ડિજીલોકરમાં ડિજિટલી સુરક્ષિત રાખી શકે છે. તેને બહુવિધ પ્લેટફોર્મ્સ પર ડિજિટલી પ્રમાણિત કરી શકાય છે. તેની મદદથી નાગરિકો સરકારી સેવાઓ, રોજગાર અને આરોગ્ય સુવિધાઓ મેળવી શકે છે.

How to Download DigiLocker App

  1. સૌથી પહેલા તમારા ફોનમાં Google Play Store પરથી DigiLocker App Download કરો.
  2. એપ્લિકેશન ખોલો અને તમારી ભાષા પસંદ કરો.
  3. નીચે સ્ક્રોલ કરો અને પ્રારંભ કરો બટનને ટેપ કરો.
  4. ત્યાં Create Account પર ક્લિક કરો.
  5. નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને આધાર નંબર દાખલ કરો. પછી 6 અંકનો પિન સેટ કરો. આ પછી સબમિટ બટન પર ક્લિક કરો.
  6. તમારા મોબાઈલ નંબર અને ઈમેલ પર એક OTP આવશે. OTP દાખલ કર્યા પછી તમને આધારની વિગતો મળશે.
  7. આ રીતે તમારું DigiLocker Account Setup થઈ જશે.

Download DigiLocker App

How to Upload Documents on DigiLocker App

  1. DigiLocker App પર તમારા Document Upload કરવા માટે, સૌ પ્રથમ તમારે લોગિન કરવું પડશે.
  2. સ્ક્રીન પર મેનુ બારમાં અપલોડ વિકલ્પ ઉપલબ્ધ હશે.
  3. અપલોડ વિકલ્પ પર ક્લિક કરો.
  4. હવે તમે તમારા મીડિયામાંથી જે દસ્તાવેજ અપલોડ કરવા માંગો છો તેને પસંદ કરો.
  5. હવે તમારો દસ્તાવેજ અપલોડ થશે.

તમારે આ માહિતીઓ પણ વાંચવી જોઈએ: