ICSSR Recruitment 2024: શિક્ષણ વિભાગની સંસ્થામાં ક્લાર્ક તથા અન્ય પદો પર ભરતી જાહેર, આજે જ કરો અરજી
શિક્ષણ મંત્રાલયની સંસ્થા ઈન્ડિયન કાઉન્સિલ ઑફ સોશિયલ સાયન્સ રિસર્ચમાં લોઅર ડિવિઝનલ ક્લાર્ક (LDC), સંશોધન સહાયક અને સહાયક નિયામક (સંશોધન) ની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી છે.
આ ભરતી માટેની અરજી પ્રક્રિયા આજે 4 જાન્યુઆરી, 2024 થી શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા ઉમેદવારો icssr.org પર જઈને 5 ફેબ્રુઆરી 2024 સુધી અરજી કરી શકે છે. લેખિત પરીક્ષાની તારીખ અલગથી જણાવવામાં આવશે.
ઉમેદવારોને કોમ્પ્યુટર આધારિત કસોટી અને કૌશલ્ય કસોટીમાં તેમના પ્રદર્શનના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવશે. કુલ 35 જગ્યાઓ છે જેમાં 8 જગ્યાઓ મદદનીશ નિયામક (સંશોધન), 14 સંશોધન સહાયક અને 13 લોઅર ડિવિઝન ક્લાર્ક (LDC) માટે છે.
રિસર્ચ આસિસ્ટન્ટ અને લોઅર ડિવિઝન ક્લાર્ક પોસ્ટ માટે ઉમેદવારોની વય મર્યાદા 18 થી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ. સહાયક નિયામક (સંશોધન)ના પદ માટે ઉમેદવારોની મહત્તમ ઉંમર 40 વર્ષ હોવી જોઈએ.
શૈક્ષણિક લાયકાત
લોઅર ડિવિઝન ક્લાર્ક માટે: 12મું પાસ અને લઘુત્તમ ટાઈપિંગ ઝડપ 30 શબ્દો પ્રતિ મિનિટ.
સંશોધન સહાયક: ઓછામાં ઓછા 50% ગુણ સાથે સામાજિક વિજ્ઞાનના કોઈપણ વિષયમાં M.A. હોવું જોઈએ.
સહાયક નિયામક (સંશોધન): કોઈપણ સામાજિક વિજ્ઞાન વિષયમાં બીજા વર્ગ સાથે માસ્ટર ડિગ્રી અથવા માન્ય યુનિવર્સિટીમાંથી સમકક્ષ લાયકાત.
સામાજિક વિજ્ઞાન ક્ષેત્રમાં શિક્ષણ અને સંશોધનનો ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ અને/અથવા પ્રતિષ્ઠિત સંસ્થામાં સંશોધન વહીવટમાં ત્રણ વર્ષનો અનુભવ.
તમને જણાવી દઈએ કે ભારતમાં સામાજિક વિજ્ઞાનમાં સંશોધનને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર દ્વારા 1969માં ભારતીય સામાજિક વિજ્ઞાન સંશોધન પરિષદ (ICSSR)ની સ્થાપના કરવામાં આવી હતી.
ICSSR ભારતમાં સામાજિક વિજ્ઞાનમાં સંશોધનને પ્રોત્સાહન આપવા માટે ફેલોશિપ, આંતરરાષ્ટ્રીય સહયોગ, ક્ષમતા નિર્માણ, સર્વેક્ષણો, પ્રકાશનો, પ્રોજેક્ટ્સ વગેરેમાં અનુદાન પ્રદાન કરે છે.
તમારે નીચે આપેલ ભરતીઓ વિશે પણ અવશ્ય જાણવું જોઈએ:
રેલવેમાં કોન્સ્ટેબલ અને SIની 2250+જગ્યાઓ માટે બમ્પર ભરતી, 10 પાસ માટે સુવર્ણ તક
ગુજરાત ગૌણ સેવા પસંદગીએ 4304+ જગ્યાઓ પર ભરતી બહાર પાડી, ફોર્મ ભરવાની શરૂઆત આજથી
ગુજરાત મધ્યાહન ભોજન યોજનામાં કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતીનો મોકો, આવતીકાલે અરજીનો છેલ્લો દિવસ
ઈસરોની ગુજરાતમાં ભરતી, પગાર રૂપિયા 56,100 થી 1,77,500 સુધી
જરૂરી લિંક:
જાહેરાત માટે – અહીં ક્લિક કરો