How to Lock Aadhar Card 2023: હવે તમે તમારો આધારકાર્ડ લૉક કરી શકો છો, જેનાથી કોઈપણ તમારા આધારકાર્ડનો દૂરઉપયોગ નહિ કરી શકે, અત્યારેજ જાણી લો તમામ માહિતી

How to Lock Aadhar Card 2023: હવે તમે તમારો આધારકાર્ડ લૉક કરી શકો છો, જેનાથી કોઈપણ તમારા આધારકાર્ડનો દૂરઉપયોગ નહિ કરી શકે, અત્યારેજ જાણી લો તમામ માહિતી.

How to Lock Aadhar Card 2023

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા આપણને ઘણી બધી સારી સારી સુવિધાઓ આપે છે, જેની મદદથી તમે તમારા આધાર કાર્ડ અને તેની સંબંધિત વિગતોને હેકર કે અન્ય કોઈ વ્યક્તિથી બચાવી શકો છો અને સુરક્ષિત રાખી શકો છો. આવી જ એક સુવિધા છે આધાર લોક આવી ગઈ છે, જેની સહાયતાથી તમે તમારા બાયોમેટ્રિક્સને લોક કરી શકો છો.

અને જરૂર પડ્યે તમે તેને અનલોક એટલે કે લૉક માંથી પણ કાઢી શકો છો. હવે અમે તમને જણાવવા જય રહ્યા છે કે આ સુવિધાનો ઉપયોગ તમે ભવિષ્યમાં કેવી રીતે કરી શકો છો અને તમારા આધારકાર્ડને સુરક્ષિત રાખી શકો છો.

How to Lock Aadhar Card 2023

તમને જાણીને આશ્ચર્ય લાગશે કે લાખો ની સંખ્યામાં આપણા ભારતીયોનો ડેટા ડાર્ક વેબ નામના પ્લેટફોર્મ પર વેચાણ માટે ઉપલબ્ધ છે. એક અમેરિકન સાયબર સિક્યોરિટી ફર્મેતેના રિપોર્ટમાં આ વાત જણાવી હતી.

જોકે, મામલો સમગ્ર જગ્યાએ વધી જતાં ફાઇલની માહિતી હેકરે આ પ્લેટફોર્મ ઉપરથી હટાવી દીધી હતી. ડાર્ક વેબ પર હાજર આ ડેટામાં યુઝર્સના નામ, સરનામું, આધાર નંબર, ફોન નંબર અને અન્ય ઘણી વિગતો હતી.

જો તમને પણ લાગે છે કે કોઈ તમારા આધાર કાર્ડનો દુરુપયોગ કરી શકે છે, તો તમે તેને લોક કરી શકો છો. જેમ અમે તમને આગળ જણાવ્યું આપણા દેશની સિસ્ટમ એટલે કે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા વપરાશકર્તાઓને તેમના ડેટાને સુરક્ષિત રાખવા માટે ઘણી સુવિધાઓ આપે છે. આમાંથી એક આધાર કાર્ડ લોક કરવાનું પણ છે. આ માટે તમારે માત્ર કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે.

આધાર કાર્ડ બાયોમેટ્રિક્સ કેવી રીતે લોક કરવું?

આધાર બાયોમેટ્રિક્સને લોક કરવાની રીત ખુબજ સહેલી છે. આ માટે તમારે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઇટ https://uidai.gov.in/ વિજિત કરવાની રહેશે. ત્યારબાદ તમને “માય આધાર” નામનો સેક્શન જોવા મળશે તેના વિભાગમાં “લોક આધાર”નો વિકલ્પ તમારી સામે આવી જશે.

આ વિકલ્પ પસંદ કર્યા બાદ અને તેના ઉપર ક્લિક કર્યા પછી તમારે લોગીન કરવું પડશે. લોગીન કર્યા પછી તમે સરળતાથી તમારું એકાઉન્ટ લોક કરી શકો છો. અમને આશા છે કે આ માહિતી વાંચ્યા બાદ તમે સરળતાથી તમારો આધારકાર્ડ લૉક કરી શકો છો અને તમારા તમામ પ્રકારના ડેટા તથા માહિતી સિક્યોર અને સુરક્ષિત રાખી શકો છો.આ લેખને અંત સુધી વાંચવા બદલ તમારો આભાર.

તમારે નીચે આપેલ માહિતી પણ જરૂરથી વાંચવી જોઈએ: